સ્થિતિ કે પરિસ્થિતિ ..

कितना आसान होता है भिगो देना आँखें …
कितना मुश्किल होता है झूठा मुस्कुराना …

BY :POOJA VRAT GUPTA..

સાચી વાત છે દોસ્તો બસ આનું તો કારણ એક જ હોઈ શકે ને કે ,

“સામેવાળી વ્યક્તિ માટે આપણાં મનમાં રહેલું  એમનું માંન – સમ્માન ..એમની ખુશીની મહત્વતા …”

Advertisements

સપનાં કરતાં સ્વતંત્રતાની કિંમત વધુ ચુકવવી પડે છે.

” હું જાણું છું કે મારી મરજી થી અહી આવ્યો નથી ,
અને
એ પણ જાણું છું કે મારી મરજી થી જવાનો પણ નથી ,
પરંતુ
આ બન્ને સમયગાળા વચ્ચે જે કંઈ થાય છે
તે હું મારી મરજી થી કરું છું ……….. “

સ્વતંત્ર ઇચ્છાશક્તિ

” સ્વતંત્ર ઇચ્છાશક્તિ ” ……… કેવું સારું ઘણી વાર આટલી સરસ સ્વતંત્રતા હોવા છતાં ઘણી જગ્યા એ થાપ ખાઈ બેસીએ છીએ આપણે …..નાના થી લઈ ને મોટા દરેક લોકો આ ભૂલ કરતા હોય છે. પછી ભલે એ હું હોવ કે તમે, પણ ભૂલ તો થાય જ છે ને દોસ્ત …..

જો દરેક વ્યક્તિ ને સારું અને ખરાબ ,સાચું અને ખોટું ખબર હોય તો પછી વ્યક્તિ શા માટે સાચું અને સારું પસંદ કરતી નથી ???? આ જ પ્રશ્ન આવો જ પ્રશ્ન સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ ને થાય. ભગવાને દરેક મનુષ્ય ને ઘણી બધી શક્તિ ભેટ સ્વરૂપે આપી છે. તો બસ એમની જ એક છે એ આપણી ” સ્વતંત્ર ઇચ્છાશક્તિ ” ……….

આ સ્વતંત્ર ઇચ્છાશક્તિ ના આધારે દરેક વ્યક્તિ પોતાની પસંદગી નક્કી કરી શકતી હોય છે. જે વ્યક્તિ ની ઇચ્છાશક્તિ ( મનોબળ ) મજબુત હોય તે વ્યક્તિ ઈચ્છિત પરિણામો મેળવી શકતી હોય છે. તો હું માનું છું ત્યાં સુધી તો આપને પણ ભગવાન ની આ (સૃષ્ટિ ) માંની એક અલગજ કૃતિ છીએ ને બોસ ? 😉

બાય ધ વે , મારે શું કરવું , શું ન કરવું અને કેવી રીતે કરવું તે જાણવા છતાં જો વ્યક્તિ નું મનોબળ મજબુત ન હોય તો તે ઈચ્છવા છતાં પણ કરી શકતી નથી. હા બસ તો એટલે જ આપને ત્યાં કેહવત છે કે , ” ઘોડા ને હવેડા સુધી લઈ જઈ શકાય પણ પાણી પીવું કે નહી તે તો ઘોડા ની જ મરજી …… કદાચ તમે તેને હવેડા ના પાણી માં માથું ડુબાડી શકો , તે પછી પણ પાણી ખેચવું કે નહી તે તો ઘોડા ની જ મરજી હો ભૈઈઈ …….. ” 😉 😀 આપણાં થી પછી કઈ ના થાય  હો બોસ  ….. 😀

‘ હું માફ કરી શકું છું પણ ભૂલી શકતો નથી ‘    એમ કેહેવાનો  મતલબ એજ થતો હોય છે કે    ‘હું માફ કરી શકતો  નથી.’