વાહ , દરરોજ ની જેમ જ હું મારા ગુરુ ના મોઢાંથી , હૃદયથી, દિલ થી   નીકળતા એક એક શબ્દ પુરા ધ્યાન થી સાંભળું અને બની સકે એટલુજ એ ગુરુ વાણી ને ફોલો કરવાની કોશિશ કરું  .શું કરું માણસ છું ને કોક વાર એ ફોલો કરવામાં નિષ્ફળ પણ બનું છું !!! 😉  પણ મારું માનવું છે ક મારા ઠાકોરજી ની કૃપા ઘણી એટલે ગાડું વળી પાછું ટ્રેક પર તો આવી જ જાય  .. 🙂 ખેર ગુરૂ એ વળી કોણ   ? સાધુ ,સંત , મહાત્મા  કે પછી કોઈ બાવાજી ?? અરે ના રે હોતા હશે એવા બાધાના  ગુરુ  … એ બધીજ પુણ્ય આત્મા ઓ ને મારા કોટી કોટી પ્રણામ  .. બાકી  આપણો ગુરુ એટલે એક  લૌકિક અને બીજો અલૌકિક  . એક કુદરત ને બીજા આપણાં જ વડીલો  … એમના માર્ગદર્શન પર જ તો ચાલીએ છીએને આપડે બધા તમે ને હું  .!!  પિતા 🙂 હા મારા પિતા એમને હું શું કહું પિતા, મિત્ર, કે એક જીવતો જાગતો ને  પાછો હમેશાં  સાથે રેહતા ગુરુ !!!! કેવું સરસ સર્જન કર્યું છે કુદરતે  🙂 એક ગુરુ ( ભગવાન ) જે આપણી  પાસે નિત નવા ખેલ કરાવે નવી નવી રમતો રમે ને એ પણ આપણી જ લાઈફ  થી ,,, ને બીજો ગુરુ ( પિતા ) પાસે જ રહી ને એમાંથી કઈ રીતે બહાર નીકળવું એ રસ્તા સુઝાડે  … ખરી છે આ માયાજળ પણ !!!!! 🙂   પણ આમાં જ મજા મજા છે બોસ  ….  આ જ તો છે એક માનવી નું ઘડતર  …મારા દર્ષ્ટિકોણ પ્રમાણે તો કઈ સંભવ જ  ના હોત  મારા જીવન માં  આવી   છત્ર છાયા વગર   ….. એક સ્ત્રી છું ,, એક લાડકવાયી દીકરી છું  આવા પિતા વિષે કહું  એટલું ઓછુ છે ,,  વખાણ કરું એટલા ઓછા છે  .. કોણ કહે છે કે માં વગર સુનો સંસાર !!! અરે , હું તો કહું કે આવા મા – બાપ વગર જ  સુનો સંસાર છે બોસ   🙂  માં  વિશે તો બહું  લખેલુ જોયું ને વાચ્યું પણ …..પણ પિતા વિશે ઘણું જ ઓછુ વાચ્યું છે   …. ખરેખર પણ પિતાનો પિતૃ  પ્રેમ નો અનુભવ  છે બસ તો ચિંતા નથી  … જીવતો જાગતો અનુભવ જ સાથે છે પછી ટેન્સન કોના બાપ નું   ………. 😉 તો   એટલે જ  થોડું કૈક ટપકવાનું મન થયું તો આવી ગઈ આપણા  સૌના વ્હાલા આ બ્લોગ બાપુ ની વ્હારે  ….  🙂 સાચું જ  છેને દોસ્ત ,  કયારેય પણ મન થાય તો ,  આવી જવાનું મન ની વાત શેર કરવા આ બાપુજી પાસે  …. ને પાછુ આની કારીગરી પણ એવી કે કોઈ ને થયેલો ફાયદો કોઈ સબ્દો દ્વારા કરે વ્યક્ત ને એજ સબ્દો કોઈક  વાંચી  ને ફરીથી મેળવે એમાંથી જ  લાભ  ….. ખરી છે તારી લીલા પણ  બ્લોગ બાપુ  .. 😉  by the way  મારા પિતાશ્રી નો આ સ્વીટ ને શોર્ટ મેસેજ  કાનમાં ગુંજન  કર્યાં  કરે છે કે ,,,,,,,,,,,,

“””””” જો તમારે કોઈ ચક્ર વ્યૂહ માં નથી જ પડવું તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને પાડી શકે ….. પણ જો એક વાર કોઈ ચક્રવ્યૂહ માં પડ્યા તો પછી દુનિયા ની કોઈ એવી તાકાત નથી કે જે તમને એમાંથી બચાવી શકે ….. “”””””  

બસ તો….. મસ્ત મજાની રાહ છે ચાલ્યે જ જાવ આવા ગુરુ ની આંગળી પકડી ને સાચી રાહ પર ….. ને મજો મજો જ છે જીવન મા …….એકદમ બિન્દાસ્ત બસ બાપુજી ના નામ નું JUST FOLLOW પર ક્લિક કરો …… 😉 બાકી આવી રાહ ચિંધનાર પણ કિસ્મત થી મળે છે દોસ્ત ને આવા મા – બાપ પણ ….
બસ તો જે ખરેખર દિલ થી આટલા નજદીક છે એની કદર કરો જીવન જીવવું આપો આપ સરળ થઇ જશે …. 🙂 JSK 🙂

pooja soni.

Advertisements

“””””” જો તમારે કોઈ ચક્ર વ્યૂહ માં નથી જ પડવું તો દુનિયાની  કોઈ  એવી  તાકાત નથી કે તમને પાડી શકે   ….. પણ  જો એક વાર કોઈ ચક્રવ્યૂહ માં પડ્યા તો પછી  દુનિયા ની કોઈ  એવી તાકાત નથી કે જે તમને એમાંથી બચાવી  શકે  ….. “”””””

મારા પ્રિય બ્લોગ મિત્રો, નવા વરસ ના jsk .. 🙂
બાકી હું માનું ત્યાં સુધી નવા વરસ એટલે નવો દિવસ , નવા કપડા નહી પણ એક નવો વિચાર ….. અને ખરેખર બદલવા માટે ફક્ત એક સાચી દિશા તરફ આગળ વધવાનો એક નાનો વિચાર જ કાફી છે. પણ એ વિચાર દ્રઢ હોય તો જ કામનું  …બાકી ગઈ ભેંસ પાણી મેં જેવું થાય . 🙂 તો બસ એક નવી તાજગી સાથે જ દિલ થી જયારે એ વિચાર ને લક્ષ્ય માટે કામ પર લગાડું ત્યારે જ ચાલુ થાય છે મારું નવું વરસ … તમે પણ ટ્રાય કરો … 😉 બસ આગળ વધવા કોઈ સુવિધા  નહી  પણ  જનુન  ની જરૂર છે બોસ  … 😀
નવા વરસ ની ઘણી ઘણી શુભકામના … happy new year.. 🙂 😀

pooja soni નાં  આપ સૌ ને   નવા વરસ ના જય શ્રી કૃષ્ણ મિત્રો … નવા વરસ  માં નવા નવા ખેલ કરવા તૈયાર રહેજો . 😉

આજ કરવા તો આવ્યા છીએ . ……………….  તો કરના તો બનતા હે બોસ .. બરાબર ને તો તૂટી પડો ..ને આદરી દ્યો આજ થી જ .. કરો શુભ આરંભ ……..

                         પછી ખબર પડે કે આ હીરો  કેટલો  ચમકશે .. 🙂 બાય ધ વે .. એક વાત એ પણ…..   ખેલ એવા જ કરવા કે   જેમાં દિલ   રાજી હોય … ક્યારેય મન મારી ને કોઈ  કાર્ય સફળ નથી થતું … તો બસ જો દિલ  કહે વહી કર ..  ઔર લગ જા અપને કામ પે ….. 

મારો શોર્ટ મેસેજ (SMS) :)

અરે ઘણા દિવસ થઈ ગયા .. કઈક અધૂરું જેવું લાગે છે . સાલું આ નકામું પાછું હો .. સારું હમણાં તો ટૂંક માં જ પતાવું પડે છે . આજ કાલ આ ચકી નું ચી … ચી … ઓછુ થઈ ગયું છે કેમ? કઈ વાંધો નહી એમ સમજજો કે કોઈ તુફાન ની આગાહી છે બીજું તો શું કહું ?  🙂 બાકી આ ચકી ચી .. ચી .. કર્યા વગર રહે જ નહી .. 🙂 સારું તો લ્યો તારે સાંભળો આજનું મારું ધીમું ધીમું ચી …. ચી … 🙂

ટોપિક કયો પકડવો સાલું એજ નથી સમજતો આજ તો ..  હા થોડું જ કહેવા માંગીશ .. પણ જો  સમજશો  તો ઘણું જ સમજાશે … આમતો મારી આદત બહુ જ બોલવાની છે . એક નાના  અમથા મેસેજ માં પણ એક પત્ર જેટલું ઠોકી દવ  છું .. ક્યારેક તો એમ લાગે કે હું મેસેજ   લખું છું કે લાંબી નોટ …  ખેર મારા ઘણા વખાણ થઈ ગયા ..હવે મારો  મેસેજ મારા બ્લોગ પર જોવા  વિનંતી .. 🙂  આમ તો  સાચું કહું ક્યાંક સાંભળેલું છે એટલે ટપકવાનું મન થઇ ગયું તો કહું કે  ” સચ મેં અગર આગે હી બઢના હે તો પહેલે ઇસ  દુનિયા  કો ના બોલના  શીખ જા .  “ હા બસ આ  ડાયલોગ  ગમ્યો મને  હા યાદ આવ્યું અગ્નિ પથ  મુવી નો છે બરાબર ને ? .  છેને મસ્ત શોર્ટ ને સ્વીટ વાત  🙂  સમજદાર બંધુ છો  સમજાય ને  આટલું તોય ઘણું છે . સારું મારે જે કેહવું તું એ કહી દીધું  .. ગમે તો ઉતારજો મગજ માં બાકી  dustbin  ક્યાં દુર છે .

સાલું એક  dustbin થી યાદ આવ્યું  કે .. FB , GOOGLE , TWEETER  ની જેમ મગજ માં પણ  Delete  ની   key  હોય તો કેવું સારું  નહિ … જીવન માં વીતતી દરેક અણગમતી વાત   તરત erase  કરી દેવાની .. ને મન માં એમ થાય કે  હાશ ……………… મન માંથી ને મગજ માંથી કઇક  અણગમતું હમેશા  માટે ભૂંસાઇ  ગયું ..  શું કહો  છો આ વિશે ..? લાગે છે ને કે વિચારવા જેવી વાત છે ?  મને  લાગે છે કે આપણા   ડોન કૃષ્ણ  હા આ બાપુજી એમણે પણ ક્યાંક તો   Delete   ની   key બનાવી હશે જ  ને આપણામાં ? મને તો નથી મળી હજી ગોતવી પડશે .. સારું જો આપના માંથી કોઈ ની પાસે એવી કોઈ   Delete   ની    key મળી હોય તો જરા જાણ  કરવા  વિનંતી છે . કારણકે મારે ઘણી બધી એવી નકામી વાતો ને ભૂલવી છે જે મને મારા લક્ષ્ય ને પામવામાં અવરોધ રૂપ બને છે .. બાકી ગજની તો નથી જ બનવું હો બકા …. 🙂   વળી ખુદ ને ભુલાવી તું ક્યાં તારી હસ્તિ  બનવા નીકળીશ બકા ? હું  શું છું , હું સુ કરી સકું એમ છું  એ ક્યાં થી સમજાશે પછી મને ?  ના રે ના મિત્ર  સાવ ગજની બનવામાં પણ માલ નથી હો .!!!!!  સારું એ   key નું તો યાદ અપાવજો .. હુય જોવું કે  એ બાપુજી એ ખરેખર  કોઈ   key બનાવી છે કે નહિ  ? 🙂